क्षत्रिय चारण

क्षत्रिय चारण
क्षत्रिय चारण

बुधवार, 7 मार्च 2018

चारणी साहीत्य गुजराती मे विध्वान कवि यो की प्रसिध्ध रचनाए


(1)ચારણી ડિંગળ ભાષામા ઘોડાનુ વર્ણન

             [ગીત-સપાખરુ]

છુટા ગ્રાહબે વોમ બછુટા રોકતા ધરાકા છેડા:
ઉઠાહબે પાગામહિ શોભતા અથોગ:
આહબે નાખતા પાગા નટવ્વા અમોઘ. 1

ડાબલા માંડતાં ધરા ધમંકે સાબધી દણી.
ઞમંકે સાજહીં કોટે રંભરા ઝકોળ:
ચમકે વાહસે જાણી વીજળી જાલદા ચળી.
ભ્રમવાળા ભારે ઠાળા ગતી વાળા મોર.2

વાંભશી સાંકળાવાળા ટાક કનસોરી વંદા.
કુરંગાં આંખડીવાળા મૂલરા કરોણ:
ભાલાવાળા લટાં કેશ ફોરણાં ઉલંધી ભજે.
જટાળા જોગંદ્ર નહી પટાળાકી જોડ.3

છાછરા ભાલરા છાતીયા ઢાલરા સમા
સોડા ત્રીંગ બાજોઠરા ખાળીઅા સઢાળ:
સાકાબંધી તાંસળીરા ઔપતા ડાબલા ચોડા.
ઠંમંકતા ઘોડા નાડા તોડ સાંધે ઠાળ. 4


(2) મર્દ કેવો હોય ?

 પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવરાવાનુ ખાવાનું,
 ઘોડે ચડવાનું મૂછે તાનું, ઘવરાવાનુ ઘાવાનું,
 કૃત શૂરવિરતાનું પ્રભુ કૃપાનું, વીર થવાનુ મહારથી,
 વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૧…

 કર ધરી તલવારં, કમર કટારં, ધનુકર ધારં ટંકાર,
 બંદૂક બહારં, મારં મારં હાહાકારં હોકારં,
 નર કઇ નાદારં, કરત પુકારં, મુખ ઉચારં રામ નથી,
 વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૨

 દુષ્કાળ ડરાવે ફાળ પડાવે, મેહ ન આવે મુરજાવે,
 એ વખતે આવે ગુનિગુન ગાવે બહુ રિઝાવે બિરદાવે,
 દાતાર નિભાવે, પંડ દુઃખ પાવે, ના મુખ આવે દામ નથી,
 વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૩

 ઉદ્વત નર એવા, કરે ન સેવા હલકા હેવા જડ જેવા,
 જનમે દુઃખ દેવા લાભ ન લેવા, મળે ન મેવા માગેવા,
 કહે પિંગલ એવા પાપ કરેવા અંત મરેવા ખૂબ મથી,
 વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૪

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें